લોકસભામાં વકફ સુધારા બિલ પસાર થયાની ખુશીમાં કેરળના કોચીના એક નાનકડા ગામ મુનમ્બમના રહેવાસીઓએ ગઈકાલે રાત્રે કેન્દ્ર સરકારના સમર્થનમાં સરઘસ કાઢ્યું હતું,તેઓએ સૂત્રોચ્ચાર સાથે ફટાકડા ફોડી પોતના ઘર હવે સુરક્ષિત રહશે એવી આશા વ્યક્ત કરીકે,હવે તેમને તેમના ઘર માંથી બહાર કાઢવામાં નહીં આવે, જ્યાં તેઓ દાયકાઓથી રહેતા હતા.
ઉલ્લેખનીય છે કે ગામના 600થી વધુ રહેવાસીઓ મુનમ્બમમાં તેમની રહેણાંક મિલકતો પર રાજ્ય વકફ બોર્ડના દાવા સામે 160 દિવસથી વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે. આ મિલકતો કાલિકટમાં ફારુક કોલેજ મેનેજમેન્ટને એક વેપારી દ્વારા સખાવતી અને શૈક્ષણિક હેતુઓ માટે વકફ ડીડ દ્વારા ભેટમાં આપવામાં આવી હતી. રહેવાસીઓએ 60 ના દાયકામાં ફારુક કોલેજ મેનેજમેન્ટ પાસેથી જમીન ખરીદી હતી.
ગઈકાલે રાત્રે લોકસભામાં વકફ બિલ પર ચર્ચાનો જવાબ આપતા, કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ મુનમ્બમ મુદ્દાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે સંસદમાં બિલ પસાર થયા પછી વિવાદાસ્પદ મામલો ઉકેલાઈ જશે. તેમણે નોંધ્યું કે 600 પરિવારને ઘરથી બેઘર કરવાનો મુદ્દો રાજ્ય રાજ્યના LDF અને UDF સાંસદોએ એમના સ્તરે ઉકેલી શક્યા હોત પણ પરંતુ તે નિષ્ફળ રહ્યા
Site Admin | એપ્રિલ 3, 2025 8:23 એ એમ (AM)
લોકસભામાં વકફ સુધારા વિધેયક, 2025 પસાર, વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા સુધારાઓને નકારી કાઢવામાં આવ્યા
