લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે વિશ્વ પ્રસિદ્ધ ભૂદાન ચળવળના સ્થાપક, આચાર્ય વિનોબા ભાવેને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા હતા.
એક્સ હેન્ડલ પર તેમને શ્રદ્ધાંજલિ આપતી વખતે ભાજપ પાર્ટી દ્વારા અને ઓણ બિરલાએ તેમના વિચારો શેર કર્યા છે. ભાજપે લખ્યું છે કે, “ભૂદાન ચળવળના સ્થાપક, મહાન ચિંતક અને સ્વતંત્રતા સેનાની, ભારત રત્ન આચાર્ય વિનોબા ભાવેને અમે તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, 11મી સપ્ટેમ્બર 1895ના રોજ, મહારાષ્ટ્રમાં જન્મેલા આચાર્ય વિનોબાનું અસલી નામ, નરહરિ ભાવે હતુ. વિનોબા ભાવે વર્ષ 1958માં રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનાર, પ્રથમ આંતરરાષ્ટ્રીય અને ભારતીય વ્યક્તિ છે. તેમને 1983માં મરણોત્તર, ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ લખ્યું છે કે, “ભૂદાન ચળવળ દ્વારા, આચાર્ય વિનોબા ભાવેએ દેશના વંચિત અને ભૂમિહીન વર્ગને, તેમના અધિકારો આપાવ્યા હતા. તેમણે સમાનતાનો એક એવી સંકલ્પના બનાવી, જેમાં જમીન માલિકોએ ગરીબ લોકોની સંભાળ લીધી અને જમીન દાનમાં આપી.”
Site Admin | સપ્ટેમ્બર 11, 2024 2:13 પી એમ(PM)
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે વિશ્વ પ્રસિદ્ધ ભૂદાન ચળવળના સ્થાપક, આચાર્ય વિનોબા ભાવેને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા હતા
