ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 7, 2024 7:10 પી એમ(PM)

printer

રિજનલ કનેક્ટિવિટી સ્કીમ એટલેકે RCS-UDAN પહેલના કારણે રાજ્યમાં એર ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો

રિજનલ કનેક્ટિવિટી સ્કીમ એટલેકે RCS-UDAN પહેલના કારણે રાજ્યમાં એર ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થયો છે.  વર્ષ 2017 થી નવેમ્બર 2024 સુધીમાં 7 લાખ 93 હજારથી વધુ મુસાફરોએ પ્રાદેશિક હવાઈ મથકો પરથી ઉડાન ભરી છે. રાજ્યમાં આ યોજનાના અમલીકરણ અંગે માહિતી આપતાં રાજ્યના નાગરિક ઉડ્ડયન કમિશનર ડૉક્ટર ધવલ પટેલે જણાવ્યું હતું કે, આ પહેલ હેઠળ રાજ્યમાં ઉડ્ડયન માળખું અને એરસ્પેસ કનેક્ટિવિટી સુધારવા માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે. 6 પ્રાદેશિક એરપોર્ટ પર 2017થી નવેમ્બર 2024 સુધીમાં 20% વાયેબીલીટી ગેપ ફંડિંગ એટલે કે VGF તેમજ ફાયર અને સુરક્ષા સેવાઓ માટે આશરે 184 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. સ્ટેચ્યૂ ઑફ યુનિટીઅને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વૉટર એરોડ્રોમથી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવા અંગેનીકામગીરી પણ પ્રગતિમાં છે.આ ઉપરાંત, RCS અને રાજ્ય VGF બંને હેઠળ વધારાના રૂટ શરૂ કરવાની યોજના પણ પ્રગતિમાં છે, જે અંતર્ગત વડોદરા, રાજકોટ, અંબાજી અને પાલિતાણા જેવા શહેરોને જોડવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ