ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 23, 2025 8:02 પી એમ(PM)

printer

રાષ્ટ્ર આજે ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ત્રણ વીર ક્રાંતિકારીઓ – શહીદ-એ-આઝમ ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપર – ને શ્રદ્ધાંજલિ અર્પે છે.

રાષ્ટ્ર આજે ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ત્રણ વીર ક્રાંતિકારીઓ – શહીદ-એ-આઝમ ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપર – ને શ્રદ્ધાંજલિ અર્પે છે. જેમને 1931માં આજના દિવસે લાહોરની સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી.
આ બહાદુર સ્વતંત્રતા સેનાનીઓ પર 17 ડિસેમ્બર, 1928ના રોજ લાહોરમાં બ્રિટિશ પોલીસ અધિકારી જે.પી. સોન્ડર્સની હત્યા કરવા બદલ કેસ ચલાવવામાં આવ્યો હતો અને તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં એક વિડિઓ શેર કરીને, આ ક્રાંતિકારી નેતાઓ દ્વારા આપવામાં આવેલા સર્વોચ્ચ બલિદાનને યાદ કર્યા. સ્વતંત્રતા અને ન્યાય માટેના તેમના નિર્ભય પ્રયાસને યાદ કરતા, તેમણે કહ્યું કે, તેમના બલિદાન આપણને બધાને પ્રેરણા આપતા રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ