ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 21, 2024 7:37 પી એમ(PM)

printer

રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેન સાથેની બેઠક ભારત અને અમેરિકાની વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેન સાથેની તેમની બેઠક ભારત અને અમેરિકાની વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે.. શ્રી મોદી યુનાઇટેડ સ્ટેટ્સની ત્રણ દિવસની મુલાકાતે છે, આજે રાત્રે ડેલાવેરના વિલ્મિંગ્ટન ખાતે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે..
આજે 6ઠ્ઠી વાર્ષિક ક્વાડ નેતાઓની પરિષદમાં તેઓ હાજરી આપશે.. અમેરિકા, જાપાન, ભારત અને ઑસ્ટ્રેલિયા ક્વાડ જૂથના સભ્યો જળવાયુ પરિવર્તન સહિત નિર્ણાયક ઉભરતી તકનીકો સુધીના મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. પ્રધાનમંત્રી તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની અલ્બેનીઝ અને જાપાની સમકક્ષ ફ્યુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરવાના છે.
તેમના પ્રસ્થાન નિવેદનમાં, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ક્વાડ જુથ હિન્દ=પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે કામ કરવા માટે સમાન વિચાર ધરાવતા દેશોના મુખ્ય જૂથ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે તેઓ ક્વાડ પરિષદ માટે તેમના સાથીદારોને મળવા માટે આતુર છે.
ત્યારબાદ, પ્રધાનમંત્રી મોદી ન્યૂયોર્ક જશે, જ્યાં તેઓ ભારતીય સમુદાયના લોકો સાથે વાર્તાલાપ કરશે અને અમેરિકા સ્થિત અગ્રણી કંપનીઓના ટોચના અધિકારીઓને મળશે.
તેમની મુલાકાતના અંતિમ દિવસે, શ્રી મોદી ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ‘સમિટ ઓફ ધ ફ્યુચર’ને સંબોધિત કરશે. સમિટની થીમ ‘વધુ સારી આવતીકાલ માટે બહુપક્ષીય ઉકેલો’ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ વૈશ્વિક સમુદાય માટે માનવતાની સુધારણા માટે આગળનો માર્ગ નક્કી કરવાની આ તક છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ