અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને ચેતવણી આપી છે કે, જો તે 20મી જાન્યુઆરી પહેલા ગાઝામાંથી અમેરિકાના બંધકોને મુક્ત નહીં કરે તો સ્થિતિ વણસી શકે છે. એક પત્રકાર પરિષદમાં બંધક બનાવાયેલા અમેરિકન નાગરિકોની મુક્તિ અંગેના પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, તેઓ 20 જાન્યુઆરીએ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. મંગળવારના રોજ ફ્લોરિડાના માર-એ-લાગોમાં એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી ટ્રમ્પે કહ્યું હતું કે, “જો તે બંધકો પાછા નહીં આવે તો હમાસ સામે કડક કાર્યવાહી કરાશે.
Site Admin | જાન્યુઆરી 8, 2025 2:48 પી એમ(PM)
રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ અગાઉ અમેરિકાના બંધકોને છોડવામાં નહીં આવે તો હમાસ સામે કડક કાર્યવાહીની ટ્રમ્પની ચેતવણી
