ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 19, 2024 8:29 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે મધ્યપ્રદેશના પ્રવાસ ઉજ્જૈન પહોંચશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે મધ્યપ્રદેશના પ્રવાસ ઉજ્જૈન પહોંચશે. અહીં તેઓ સફાઈકર્મીઓ સાથે સંવાદ કરશે. તેમ જ ઉજ્જૈનમાં યોજાનારા સફાઈમિત્ર સંમેલનમાં ઉપસ્થિત રહેશે. ભોપાલના અમારા સંવાદદાતા સંજીવ શર્મા જણાવે છે કે, રાષ્ટ્રપતિ મુર્મૂ વર્ચ્યૂઅલ માધ્યમથી ઉજ્જૈન—ઇન્દોર છ માર્ગીય યોજનાના ભૂમિપૂજનના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. સુશ્રી મુર્મૂ અહીં સ્વચ્છતા મિત્રોને પ્રમાણપત્ર પણ એનાયત કરશે. શ્રી મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કર્યા બાદ રાષ્ટ્રપતિ સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત મંદિર પરિષરમાં શ્રમદાન કરશે. તેઓ શ્રી મહાકાલ લોક અને મંદિરમાં કામ કરતા કર્મચારીઓ સાથે મુલાકાત કરશે. પ્રવાસના અંતે રાષ્ટ્રપતિ ઇન્દોરની દેવી અહિલ્યા વિશ્વ વિદ્યાલયના પદવીદાન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે સાંજે ઝારખંડના 2 દિવસના પ્રવાસે રાંચી પહોંચશે. તેઓ આવતીકાલે રાંચીના નામકુમ ખાતે I.C.A.R. ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. ઝારખંડના રાજ્યપાલ સંતોષ ગંગવાર, કેન્દ્રીય કૃષિમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેન પણ ઉપસ્થત રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ