ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 24, 2025 2:19 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઓડિશાના નયાગઢ જિલ્લામાં પ્રખ્યાત શ્રી નીલમાધવ મંદિરમાં દર્શન કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઓડિશાના નયાગઢ જિલ્લામાં પ્રખ્યાત શ્રી નીલમાધવ મંદિરમાં દર્શન કરશે.આ મંદિર મહાનદીના કિનારે આવેલું ભગવાન વિષ્ણુનું પ્રખ્યાત મંદિર છે. મંદિરની મુલાકાત બાદ તેઓ નયાગઢના કાલિયાપલ્લી ખાતે ભારતીય વિશ્વબાસુ શબર સમાજના સ્થાપના દિવસ સમારોહમાં હાજરી આપશે. સાંજે તેઓ ભુવનેશ્વર ખાતે રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે આવતીકાલે દિલ્હી પરત ફરશે.
દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે સવારે રાયપુર ખાતે છત્તીસગઢ વિધાનસભાના રજત જયંતી સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ