રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ એટલે કે, જમીન પચાવી પાડવાના કેસમાં ગુજરાત વડી અદાલતે માર્ગદર્શિકા જાહેર કરી છે.લેન્ડ ગ્રેબિંગના દૂષણને ડામવા અને તેમાં પક્ષકારોને તટસ્થ અને અસરકારક ન્યાય મળે તે માટે વડી અદાલતે આ માર્ગદર્શિકા જાહેર કરી છે. જેતે જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળની તપાસ સમિતિએ આ માર્ગદર્શિકાનું કડક પાલન કરવું પડશે. માર્ગદર્શિકા મુજબ, દરેક જિલ્લા સમિતિનો એક અલગ વિભાગ હશે. આ માટે શક્ય તેટલી વહેલી તકે નિમણૂક કરાશે.
અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે, લેન્ડ ગ્રેબિંગના કેસમાં થોડા સમય પહેલાં જ એક 65 વર્ષીય વ્યક્તિને ખોટી રીતે જેલમાં જવાનો કેસ વડી અદાલત સામે આવતાં વડી અદાલતનાં મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગરવાલ અને ન્યાયાધીશ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે આ મામલે ગંભીર નોંધ લીધી હતી. વડી અદાલતે હવે લેન્ડગ્રેબિંગના કેસને લઈ વિશેષ નિર્દેશો આપ્યા છે.
Site Admin | ડિસેમ્બર 12, 2024 8:08 એ એમ (AM) | જમીન
રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ એટલે કે, જમીન પચાવી પાડવાના કેસમાં ગુજરાત વડી અદાલતે માર્ગદર્શિકા જાહેર કરી છે.
