રાજ્યમાં ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ નો આરંભ કરવામાં આવ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લામાં કલેકટરના હસ્તે બાળકોને પૌષ્ટિક નાસ્તો પીરસીને આ યોજનાનો આરંભ કરાવાયો હતો.
જિલ્લાની માધાપર પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહી કલેકટરે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ જિલ્લામાં ૮૭૫ કેન્દ્રો ખાતે નાસ્તો તૈયાર કરી બાળકોને પીરસવામાં આવશે. જેનો આશરે ૧ લાખ ૩૦ હજાર બાળકોને લાભ મળશે.
મહેસાણા જિલ્લામાં પણ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળાઓમાં બાળવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી પોષણ યોજના મધ્યાહન ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર અપાશે, જેમાં સિંગચણા, ચણા ચાટ, મિક્સ કઠોળ ચાટ, સુખડી અપાશે. જિલ્લાના 1 લાખ 69 હજાર વિદ્યાર્થીઓને અલ્પાહાર માટે 2 કરોડ 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ છે.
Site Admin | ડિસેમ્બર 11, 2024 3:41 પી એમ(PM)
રાજ્યમાં ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ નો આરંભ…
