રાજ્યમાં આજે રાજકોટ અને મહીસાગર જિલ્લામાં બનેલી અકસ્માતની વિવિધ બે ઘટનામાં 6 લોકોનાં મોત થયા છે.
રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે સિટી બસના ચાલકે અનેક વાહનોને અડફેટે લેતા ચાર લોકોના મોત થયા છે. અમારા રાજકોટના પ્રતિનિધિ જણાવે છે કે 150 ફૂટ રીંગ રોડ પર પસાર થઈ રહેલી સિટી બસના ચાલકે એક પછી એક વાહન ચાલકોને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટના અંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા આ મુજબ જણાવ્યું. આ ઘટનાના મૃતકોના પરિવારજનોને રાજકોટ મહાનગરપાલિકાએ 15-15 લાખ રૂપિયાની સહાય તેમજ ઈજાગ્રસ્તોને બે-બે લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે.
બીજી તરફ મહીસાગર જિલ્લાના કાનેસર ગામમાં મહીસાગર નદીમાં ડૂબી જતાં બે લોકોના મોત થયા છે. નદીમાં ન્હાવા જતા આ ઘટના બની હતી.
Site Admin | એપ્રિલ 16, 2025 8:03 પી એમ(PM)
રાજ્યમાં આજે બનેલી અકસ્માતની બે ઘટનામાં 6 લોકોનાં મોત
