રાજ્યભરમાં આગામી 22 ડિસેમ્બરે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા યોજાશે.
ગૂજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું કે, રાજ્યના 754 કેન્દ્રો પર એક લાખ 85 હજાર ઉમેદવાર આ પરીક્ષા આપશે. આ વખતે પરીક્ષાની સલામતી માટે પહેલી વાર બાજુના જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યા છે. રાજ્યમાં માત્ર 10 પરીક્ષા કેન્દ્રો તાલુકા મથકે રખાયા છે.
દિવ્યાંગ ઉમેદવારો માટે તેમના જિલ્લામાં જ પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ગેરરીતિને રોકવા ઉત્તરવહીમાં સહીની સાથે અંગૂઠાનું નિશાન લેવાશે. એસટી વિભાગને પરીક્ષાના દીવસે વધુ બસ ફાળવવાની પણ સૂચના આપવામાં આવી છે
Site Admin | ડિસેમ્બર 14, 2024 8:22 એ એમ (AM) | હસમુખ પટેલ
રાજ્યભરમાં આગામી 22 ડિસેમ્બરે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા યોજાશે.
