ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 7, 2024 7:36 પી એમ(PM)

printer

રાજ્યની એકમાત્ર કૃષિ યુનિવર્સીટી કામધેનુ યુનિવર્સીટી ગાંધીનગરને ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્ક તરફથી ફાઇવ સ્ટાર રેટિંગ મળ્યું

રાજ્યની એકમાત્ર કૃષિ યુનિવર્સીટી કામધેનુ યુનિવર્સીટી ગાંધીનગરને ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્ક તરફથી ફાઇવ સ્ટાર રેટિંગ મળ્યું છે.કામધેનુ યુનિવર્સીટીની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. પશુચિકિત્સા અને પશુપાલન, ડેરી અને મત્સ્યવિજ્ઞાન ક્ષેત્રે શિક્ષણ, સંશોઘન અને વિસ્તરણ શિક્ષણના ઉમદા ઉદ્દેશ્યથી આ યુનિવર્સીટીની સ્થાપના કરવામાં આવી હતી. 2018માં રાજ્ય સરકારે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ નેશનલ ઇન્સ્ટીટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક NIRF ને અનુરૂપ ગુજરાત સ્ટેટ ઇન્સ્ટીટ્યુશનલ રેટીંગ ફ્રેમવર્ક GSIRF ની શરૂઆત ઉત્કૃષ્ટ વિશ્વકક્ષાની સંસ્થાઓ બનાવવાના હેતુથી કરવામાં આવી હતી. GSIRF 2024માં રાજ્યની યુનિવર્સીટીઓએ ભાગ લીધી હતો. કામધેનુ યુનિવર્સીટીને કૃષિ શ્રેણીમાં ફાઇવ સ્ટાર રેટીંગ પ્રાપ્ત થયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ