ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 29, 2025 1:03 પી એમ(PM)

printer

રશિયાએ યુક્રેનના ડિનિપ્રો શહેર પર કરેલા ડ્રોન હુમલામાં લગભગ ચાર લોકોના મોત

રશિયાએ ગઈ મોડી રાત્રે યુક્રેનના ડિનિપ્રો શહેર પર કરેલા ડ્રોન હુમલામાં લગભગચાર લોકોના મોત થયા છે જ્યારે  19 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અહેવાલો અનુસાર, રશિયાએ 20 થી વધુ ડ્રોન મોકલ્યા હતા તેમાંથી મોટા ભાગનાને તોડી પાડવામાં આવ્યા હતા. હુમલા બાદ એક રેસ્ટોરન્ટ સંકુલઅને ઘણી રહેણાંક ઇમારતોમાં આગ લાગી હતી. જોકે, રશિયન સૈન્યએ આ મુદ્દા પર કોઈ ટિપ્પણી કરી નથી. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ વિડિઓ સંબોધનમાં રશિયા યુક્રેનિયન ઉર્જા માળખાને નિશાન બનાવી રહ્યું હોવાનો આરોપ મૂક્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ