યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ અમેરિકા સાથે રદ થયેલા ખનીજ સોદા પર હસ્તાક્ષર કરવાની તૈયારી બતાવી છે. યુક્રેનને ટેકો આપવાની બ્રિટનના પ્રધાનમંત્રી કિર સ્ટાર્મરની જાહેરાતને પગલે શ્રી ઝેલેન્સ્કીએ આ જાહેરાત કરી છે. જોકે, નાણાંમંત્રી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે સૂચન કર્યું કે, પહેલાં રશિયા સાથે શાંતિ સમજૂતિ થવી જોઇએ. અમેરિકા સમજૂતિમાં આગળ વધશે કે કેમ તે અંગે હજુ સ્પષ્ટતા નથી. દરમિયાન, બ્રિટન અને ફ્રાન્સ યુધ્ધવિરામની યોજના પર કાર્ય કરી રહ્યા છે. તેણે કાયમી શાંતિ માટે એક મહિનાની શાંતિ સંધિની દરખાસ્ત કરી છે. બંને દેશોએ યુક્રેનમાં શાંતિરક્ષક દળ મોકલવાની રજૂઆત કરી છે. શિખર સંમેલનમાં યુરોપનાં નેતાઓએ યુક્રેનને મજબૂત ટેકાનું વચન આપ્યું છે.
Site Admin | માર્ચ 3, 2025 3:02 પી એમ(PM) | Ukrainian President Volodymyr Zelensky
યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ અમેરિકા સાથે રદ થયેલા ખનીજ સોદા પર હસ્તાક્ષર કરવાની તૈયારી બતાવી
