ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 26, 2025 9:26 એ એમ (AM)

printer

મ્યાનમારમાં વણસી રહેલી સ્થિતિની વિદેશ મંત્રી એસ જયશંકર અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના વિશેષ દૂત જુલી બિશપે ચર્ચા કરી.

વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના વિશેષ દૂત જુલી બિશપે ગઈકાલે નવી દિલ્હીમાં મ્યાનમારમાં ઝડપથી વણસી રહેલી પરિસ્થિતિ પર વાતચીત કરી હતી. બિશપ હાલમાં ભારતની મુલાકાતે છે. ગયા વર્ષે એપ્રિલમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે બિશપને મ્યાનમારમાં તેમના વિશેષ દૂત તરીકે નિયુક્ત કર્યા હતા.પહેલી ફેબ્રુઆરી, 2021 ના રોજ સૈન્યએ બળવામાં સત્તા કબજે કરી ત્યારથી મ્યાનમારમાં લોકશાહીની પુનઃસ્થાપનાની માંગ સાથે વ્યાપક હિંસક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.પ્રતિકારક દળોએ ભારત, ચીન અને બાંગ્લાદેશની સરહદો પરના ઘણા મુખ્ય વેપારી સ્થળો પર પહેલેથી જ કબજો કરી લીધો છે. મ્યાનમાર ભારતના વ્યૂહાત્મક પડોશીઓમાંથી એક છે, અને તે આતંકવાદથી પ્રભાવિત નાગાલેન્ડ અને મણિપુર સહિત સંખ્યાબંધ પૂર્વોત્તર રાજ્યો સાથે 1,640 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ