મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટના પ્રવાસે છે. જ્યાં તેઓ મહાનગરપાલિકાનાં કુલ 793 કરોડના વિવિધ વિકાસકામોના લોકાર્પણ-ખાતમુર્હુતના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઇ રહ્યાં છે. તેમણે આજે રેસકોર્સ ખાતે નવા રિંગ રોડ પર સ્માર્ટ સિટીમાં બનેલા અટલ સ્માર્ટ સિટી સંકુલ સહિત 569 કરોડના 4 પ્રકલ્પોના ઉદ્ઘાટન કર્યા હતા. રાજકોટના જશવંતપુરા ગામે ઉમિયા માતાજીના મંદિરનું ખાતમુહૂર્ત કર્યુ હતું. તેમણે કહ્યું હતું કે આ મંદિર ધર્મ સેવાની સાથેસાથે જનસેવાનું કેન્દ્ર બનશે.
રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પો પૈકી 569 કરોડ 19 લાખ રૂપિયાના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા 224 કરોડ 26 લાખ રૂપિયાના જુદા જુદા 56 પ્રકલ્પોના ખાતમુહૂર્ત તેમજ રાજકોટ મનપા “પ્રધાનમંત્રી આવાસ યોજના” અંતર્ગત નિર્માણાધિન એક હજાર 10 આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના EWS-2 કેટેગરીના ખાલી 210 આવાસનો ડ્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાશે.
Site Admin | ડિસેમ્બર 13, 2024 3:59 પી એમ(PM)
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટના પ્રવાસે છે
