મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદનો અંત લોકોના સમર્થન વિના શક્ય નથી. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમની સરકાર કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષાની સ્થિતિ શાંતિપૂર્ણ રહે તે સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સમર્થન આપી રહી છે. શ્રી અબ્દુલ્લાએ કહ્યું કે, સુરક્ષા સીધીરાજ્યની જવાબદારી નથી, પરંતુ ચૂંટાયેલી સરકાર પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા અને શાંતિ જાળવવા માટે ઉપરાજ્યપાલને ટેકો આપી રહી છે.
Site Admin | માર્ચ 24, 2025 6:28 પી એમ(PM)
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદનો અંત લોકોના સમર્થન વિના શક્ય નથી
