માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે વિદ્યાર્થીઓને તેમના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ધ્યેય પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા વિનંતી કરી છે. નવી દિલ્હીમાં ભારતીય દૂર સંદેશાવ્યવહાર સંસ્થા-IIMC ના 56મા દીક્ષાંત સમારોહને સંબોધતા શ્રી વૈષ્ણવે કહ્યું કે, આજે માધ્યમોની સમગ્ર દુનિયા જ બદલાઈ રહી છે. તેમણે વિદ્યાર્થીઓને હંમેશા રાષ્ટ્રને પ્રથમ રાખવા કહ્યું. શ્રી વૈષ્ણવે IIMC ને અત્યાધુનિક સુવિધાઓ સાથે વિશ્વ કક્ષાની મીડિયા સંસ્થા બનાવવાનો પુનરોચ્ચાર કર્યો. આ કાર્યક્રમ દરમિયાન, મંત્રીશ્રીએ 2023-24ની બેચના પત્રકારત્વના ચારસો સિત્તેર વિદ્યાર્થીઓને અનુ સ્નાતક ડિપ્લોમા એનાયતકર્યો અને 36 ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક શ્રેષ્ઠતાને માન્યતા આપવા બદલચંદ્રક અને રોકડ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા.
Site Admin | માર્ચ 4, 2025 6:08 પી એમ(PM) | માહિતી અને પ્રસારણ મંત્રી
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે વિદ્યાર્થીઓને તેમના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ધ્યેય પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા વિનંતી કરી
