મહેસાણા જિલ્લા પંચાયત સંચાલિત આયુર્વેદ વિભાગમાં આયૂષ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી પ્રકૃતિ પરિક્ષણ એપ્લિકેશનથી પરિક્ષણ હાથ ધરાયું છે.
મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે, એપ્લિકેશન દ્વારા વ્યક્તિના શારીરિક બાંધા અને પ્રકૃતિ અંગેની ડિજિટલ આરોગ્ય અને ઉપચાર અંગેની વિગત મળશે. કોઈ વ્યક્તિ પોતાની પ્રાથમિક માહિતી ભરશે તો તરત જ એપ્લિકેશનમાં બારકૉડ બનશે. આ એપ્લિકેશનમાં રોગ સામે રક્ષણ મેળવવા અંગેનું માર્ગદર્શન પણ ઉપલબ્ધ હશે.
Site Admin | ડિસેમ્બર 20, 2024 3:20 પી એમ(PM)
મહેસાણા જિલ્લા પંચાયત સંચાલિત આયુર્વેદ વિભાગમાં આયૂષ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી પ્રકૃતિ પરિક્ષણ એપ્લિકેશનથી પરિક્ષણ હાથ ધરાયું
