મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ અને પ્રદર્શન મોટી દાઉ ગામ ખાતે યોજાયું હતું. જેમાં પશુપાલન વિભાગની વિવિધ સહાયકારી યોજનાઓના પેમેન્ટ ઓડર અને મંજૂરી હુકમનું વિતરણ પણ કરાયું હતું.
મહેસાણા જિલ્લાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન વિશે માહિતી અપાઈ હતી. અને આ શિબિરમાં મહેસાણા, બહુચરાજી તાલુકાના પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. પશુઓમાં ઉત્પાદકતા વધારવા અંગેની આધુનિક ટેકનોલોજી, મેનેજમેન્ટ તેમજ પશુપાલકોને મુંઝવતા પ્રશ્નોની માહિતી અને માર્ગદર્શન અપાયું હતું. આ શિબિરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર તેમજ પશુપાલન વિભાગના નિયામક સહિત તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ડિસેમ્બર 11, 2024 3:37 પી એમ(PM)
મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ અને પ્રદર્શન મોટી દાઉ ગામ ખાતે યોજાયું
