મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- W.P.L.ની 10મી મેચ આજે દિલ્હી કૅપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે. બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારી આ મેચ સાંજે સાડા 7 વાગ્યે શરૂ થશે. ગઈકાલે રોયલ ચેલૅન્જર્સ બેંગ્લુરુ- R.C.B. અને યુપી વૉરિયર્ઝ વચ્ચે બેંગ્લોરમાં રમાઈ હતી. R.C.B.એ પહેલા બેટિંગ કરી 180 રન બનાવ્યા હતા. યુપી વૉરિયર્ઝે 20 ઑવરમાં 180 રન બનાવતાં મૅચ ટાઈ રહી હતી. ત્યારબાદ સુપર ઓવર કરતા યુપી વૉરિયર્ઝે વિજય મેળવ્યો હતો.
Site Admin | ફેબ્રુવારી 25, 2025 2:17 પી એમ(PM) | મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ
મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગમા આજે દિલ્હી કૅપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મુકાબલો
