મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સિંધુદુર્ગ જિલ્લાના માલવણમાં
છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ ખંડિત થવા પાછળનાં કારણોની તપાસ કરવા
ટેકનિકલ સંયુક્ત સમિતિ રચવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી કાર્યાલય પ્રમાણે, આ
સમિતિમાં સિવિલ એન્જિનિયર, નિષ્ણાતો, આઇઆઇટીનાં પ્રતિનિધિ અને નૌકા દળના
અધિકારીનો સમાવેશ થાય છે.
શ્રી શિંદેએ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય અને ઉત્કૃષ્ટ પ્રતિમા
સ્થાપિત કરવા દેશનાં ટોચનાં મૂર્તિકારો, સિવિલ એન્જિનિયર્સ, નિષ્ણાતો અને નૌકા
દળના અધિકારીઓની એક સમિતિ રચવા લોક નિર્માણ વિભાગને નિર્દેશ આપ્યો.