મહાકુંભ દુર્ઘટનાના કારણો શોધવા માટે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા રચાયેલ ન્યાયિક પંચ આજે સંગમ ઘાટ પ્રયાગરાજની મુલાકાત લેશે.આ કમિશન અકસ્માતના કારણ અને સંજોગોની તપાસ કરશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે ભલામણો સાથે એક મહિનાની અંદર તેનો અહેવાલ સુપરત કરશે. ત્રણ સભ્યોના આ કમિશનનું નેતૃત્વ અલ્હાબાદ વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ હર્ષ કુમાર કરી રહ્યા છે.
ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહ અને પોલીસ મહાનિર્દેશક પ્રશાંત કુમારે મહાકુંભ ખાતે સંગમ ઘાટની મુલાકાત લીધી અને તે વિસ્તારનું નિરીક્ષણ કર્યું જ્યાં 30 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેમણે વહીવટીતંત્રને આગામી અમૃત સ્નાન સરળતાથી યોજી શકાય તે માટે તૈયાર રહેવા અને વધુ સારી પદ્ધતિઓ અપનાવવા અનુરોધ કર્યો. તેમણે ખૂબ ભીડવાળા વિસ્તારોમાં મહત્તમ અધિકારીઓને તૈનાત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.
Site Admin | જાન્યુઆરી 31, 2025 8:52 એ એમ (AM) | મહાકુંભ
મહાકુંભ દુર્ઘટનાની તપાસ માટે રચાયેલુ ન્યાયિક તપાસ પંચ આજે પ્રયાગરાજના સંગમ ઘાટ પરના ઘટનાસ્થળની મુલાકાત લેશે.
