ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 31, 2025 1:58 પી એમ(PM)

printer

ભૂકંપથી અસરગ્રસ્ત મ્યાંમારના મઠમાં ફસાયેલા 170 સાધુને ઉગારવા NDRFની ટુકડીએ બચાવ કામગીરી હાથ ધરી: વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભૂકંપથી અસરગ્રસ્ત મ્યાનમારના ‘ઉહ-લા થીન’ મઠમાં ફસાયેલા 170 સાધુઓને ઉગારવા રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ- NDRFની ટુકડીએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. મંત્રાલયે ઉમેર્યું કે મઠના 2 હજાર સાધુઓ માટે રાહત સામગ્રી રાજ્ય મહાનાયક સમિતિના મહામંત્રીને અપાશે.
મંત્રાલયે જણાવ્યું કે, સેનાની એક ટુકડી આવતીકાલથી તબીબી સેવાઓ પૂરી પાડશે. ઓપરેશન બ્રહ્માના ભાગ રૂપે, વિદેશ મંત્રાલય NDRFની ટુકડીને સ્કાય વિલા ખાતે તૈનાત કરી રહ્યું છે.મંત્રાલયેએ પણ માહિતી આપી કે ભારતીય સમુદાયના લોકોને તેમના રહેવા અને ખોરાક માટે સહાય પૂરી પડાઈ રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ