ભૂકંપગ્રસ્ત મ્યાનમારમાં રાહત કામગીરીમાં મદદ કરવા માટે ભારતીય નૌકાદળના કાર્મુક અને LCU-52 જહાજો આંદામાન નિકોબારથી યાંગોન જશે. આ જહાજોમાં લગભગ 52 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી રહી છે, જેમાં આવશ્યક કપડાં, પીવાનું પાણી, ખાદ્ય પદાર્થો, દવાઓ અને કટોકટીની વસ્તુઓનો સમાવેશ થાય છે.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળ આ ક્ષેત્રમાં કોઈપણ આપત્તિના બનાવમાં રાહત અને બચાવ માટે સૌ પ્રથમ પ્રતિભાવ આપવા માટે પ્રતિબદ્ધ છે.
Site Admin | માર્ચ 30, 2025 7:59 પી એમ(PM) | મ્યાનમારમાં
ભૂકંપગ્રસ્ત મ્યાનમારમાં રાહત કામગીરીમાં મદદ કરવા માટે ભારતીય નૌકાદળના કાર્મુક અને LCU-52 જહાજો આંદામાન નિકોબારથી યાંગોન જશે.
