ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 20, 2024 3:24 પી એમ(PM)

printer

ભાવનગર ભાજપના આગેવાનોએ જિલ્લામાં નવી ટ્રેનો શરૂ કરવા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી

ભાવનગર ભાજપના આગેવાનોએ જિલ્લામાં નવી ટ્રેનો શરૂ કરવા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી છે. નવી દિલ્હી ખાતે થયેલી મુલાકાત બાદ શ્રી વૈષ્ણવે ભાવનગરથી સુરત દૈનિક ટ્રેન ફાળવવા આશ્વાસન આપ્યું હતું. તેમજ આ ટ્રેન માટે પ્રાથમિક સરવે હાથ ધરવા આદેશ પણ આપ્યો હતો.
ઉપરાંત ભાજપના આગેવાનોએ ભાવનગર અને અયોધ્યા વચ્ચેની સાપ્તાહિક ટ્રેન, ભાવનગરને લગતી નવી યોજનાઓ, હરિદ્વાર ટ્રેનને દૈનિક કરવા, ભાવનગર-ભુજ ટ્રેન અને ભાવનગર-ઓખા ટ્રેનના સમય સહિતની રજૂઆતો પણ કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ