ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રલ્હાદ જોષીએ કહ્યું કે, ‘ભારત દેશ ઇથેનૉલનો વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક અને ગ્રાહક બની ગયો છે.’ નવી દિલ્હીમાં ગઈકાલે 2 દિવસના ભારત ખાંડ અને જૈવ-ઊર્જા સંમેલનનું ઉદ્ઘાટન કરતાં તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે, સરકાર ખાંડના એક મજબૂત અને ટકાઉ ઉપયોગ માટે પ્રતિબદ્ધ છે, જે માત્ર એક આર્થિક સ્તંભ જ નહીં, પરંતુ ભારતની નવીકરણ ઊર્જા પ્રાકૃતિક-દ્રશ્યમાં પણ એક પ્રેરક શક્તિ છે.
શ્રી જોષીએ દેશમાં ખાંડના ઉત્પાદન અંગે કહ્યું કે, ‘છેલ્લા એક દાયકામાં શેરડીની ખેતીમાં અંદાજે 18 ટકાનો વધારો થયો છે. જ્યારે શેરડીનું ઉત્પાદન 40 ટકા વધ્યું છે. તેમણે ઉંમેર્યું કે, ન્યૂનતમ ટેકાના ભાવ એટલે કે – MSPના માધ્યમથી ખેડૂતોને બાકીની રકમની ચૂકવણી હવે ભૂતકાળની વાત થઈ ગઈ છે.
Site Admin | સપ્ટેમ્બર 27, 2024 9:20 એ એમ (AM)
ભારત દેશ ઇથેનૉલનો વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક અને ગ્રાહક બની ગયો છે. – ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રલ્હાદ જોષી
