ભારત અને સિંગાપોર વચ્ચે આજે આરોગ્ય અને દવાઓ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, ડિજિટલ ટેકનોલોજી અને ભારત-સિંગાપોર સેમિ-કન્ડક્ટર ઇકો-સિસ્ટમ ભાગીદારી એમ ચાર ક્ષેત્રમાં સમજૂતી કરાર થયા છે.
બંને દેશો ભારતની એક્ટ ઇસ્ટ પૉલિસીને વધુ પ્રોત્સાહન આપવા માટે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી કરવા સંમત થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સિંગાપોરના તેમના સમકક્ષ લૉરેન્સ વૉન્ગ વચ્ચેની પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક બાદ આજે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે….
(બાઈટ – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી)
બંને દેશના નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિ અંગે સમીક્ષા કરી હતી અને બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણનાં વધુ વિસ્તરણ માટે હાકલ કરી હતી. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારતીય અર્થતંત્રમાં 160 અબજ ડોલરનાં રોકાણ સાથે સિંગાપોર ભારતનું અગ્રણી આર્થિક ભાગીદાર છે. બંને પ્રધાનમંત્રીઓએ સંરક્ષણ અને સલામતી, મેરિટાઇમ અંગેની જાગૃતિ, શિક્ષણ, એઆઇ, ફિનટેક, વિજ્ઞાન અને નવી ટેકનોલોજીનાં ક્ષેત્રમાં વર્તમાન સહકારની સમીક્ષા કરી હતી.
Site Admin | સપ્ટેમ્બર 5, 2024 8:22 પી એમ(PM) | રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ
ભારત અને સિંગાપોર વચ્ચે આજે આરોગ્ય અને દવાઓ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, ડિજિટલ ટેકનોલોજી અને ભારત-સિંગાપોર સેમિ-કન્ડક્ટર ઇકો-સિસ્ટમ ભાગીદારી એમ ચાર ક્ષેત્રમાં સમજૂતી કરાર થયા
