ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 1, 2025 7:29 પી એમ(PM) | માછીમારો

printer

ભારત અને પાકિસ્તાને આજે રાજદ્વારી સ્તરે એકબીજાની કેદમાં રહેલા કેદીઓ અને માછીમારોની યાદીની આપલે કરી

ભારત અને પાકિસ્તાને આજે રાજદ્વારી સ્તરે એકબીજાની કેદમાં રહેલા કેદીઓ અને માછીમારોની યાદીની આપલે કરી.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, ભારતે તેની કેદમાં રહેલા 381 પાકિસ્તાની કેદીઓ અને 81 માછીમારોના નામ જાહેર કર્યા છે જ્યારે પાકિસ્તાને તેની કેદમાં રહેલા 49 ભારતીય કેદીઓ અને 217 માછીમારોના નામ જાહેર કર્યા છે. ભારતે પાકિસ્તાની કેદમાંથી કેદીઓ, માછીમારો અને તેમની નૌકાઓ અને ગુમ થયેલા ભારતીય સંરક્ષણ કર્મચારીઓને વહેલા મુક્ત કરવા અને તેમને પરત લાવવાની હાકલ કરી છે. પાકિસ્તાનને 183 ભારતીય માછીમારો અને કેદીઓને, જેમની સજા પૂરી થઈ ગઈ છે તેમની મુક્તિ અને સ્વદેશ પરત લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવવા પણ કહેવામાં આવ્યું છે. પાકિસ્તાનને તેની કસ્ટડીમાં રહેલા 18 નાગરિક કેદીઓ અને માછીમારોને તાત્કાલિક કોન્સ્યુલર એક્સેસ આપવાનું પણ કહેવામાં આવ્યું છે, જેઓ ભારતીય હોવાનું માનવામાં આવે છે અને જેમને અત્યાર સુધી કોન્સ્યુલર એક્સેસ આપવામાં આવી નથી.
પાકિસ્તાનને તમામ ભારતીય નાગરિક કેદીઓ અને માછીમારોને ભારત પરત મોકલવામાં આવે ત્યાં સુધી સલામતી, સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી છે. નિવેદનમાં કેહવામાં આવ્યું છે કે ભારત એકબીજાના દેશમાં કેદીઓ અને માછીમારોને લગતી બાબતો સહિત તમામ માનવતાવાદી બાબતોને પ્રાથમિકતા આપવા માટે પ્રતિબદ્ધ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ