ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચ આજે ઓસ્ટ્રેલિયાના એડિલેડ ઓવલ ખાતે શરૂ થઈ છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. છેલ્લાં અહેવાલ પ્રમાણે ભારતે 6 વિકેટ ગુમાવીને 118 રન કર્યા છે. કે એલ રાહુલે 37 અને શુભમિન ગીલ 31 રનમાં આઉટ થઈ ગયા હતા. કેપ્ટન રોહિત શર્મા ત્રણ, વિરાટ કોહલી સાત અને યશસ્વી જયસ્વાલ શૂન્ય રનમાં આઉટ થયા હતા.
આ ડે-નાઇટ મેચ ગુલાબી બોલથી રમાઇ રહી છે.
પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે શાનદાર જીત નોંધાવી હતી. આવતા વર્ષે જૂનમાં લોર્ડ્સમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે હજુ પણ પાંચ ટીમો હરીફાઈમાં છે. ભારતે ફાઈનલમાં સ્થાન મેળવવા બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાને હરાવવું પડશે.
Site Admin | ડિસેમ્બર 6, 2024 2:27 પી એમ(PM) | બોર્ડર-ગાવસ્કર ટ્રોફી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચ આજે ઓસ્ટ્રેલિયાના એડિલેડ ઓવલ ખાતે શરૂ થઈ
