ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T 20 ક્રિકેટ શ્રેણીની બીજી મેચ આજે ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમાં રમાશે. આ મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ, ભારતીય ટીમ શ્રેણીમાં 1-0થી આગળ છે.
ઉલ્લેખનીય છે કે બુધવારે કોલકાતામાં રમાયેલી પહેલી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું.