ભારતીય હવામાન વિભાગે આગામી 2-3 દિવસ દરમિયાન રાજસ્થાન અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે. હવામાન એજન્સીએ આગામી ત્રણ દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં પણ હિટવેવની સ્થિતિની આગાહી કરી છે.હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, કેરળ અને માહેમાં આજે ગરમ અને ભેજવાળુ હવામાન રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આવતીકાલ સુધી ઓડિશામાં ભારે વરસાદની સંભાવના છે. આગામી 5 દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ અને પૂર્વ ભારતમાં વાવાઝોડા, વીજળી અને જોરદાર પવન સાથે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન પણ હવામાન વિભાગે જાહેર કર્યું છે.
Site Admin | એપ્રિલ 15, 2025 9:33 એ એમ (AM)
ભારતીય હવામાન વિભાગે આગામી 2-3 દિવસ દરમિયાન રાજસ્થાન અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી
