ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે ફરજ બજાવતા જામકંડોરણા તાલુકાના ગોહિલ વિશ્વરાજસિંહ મહિપતસિંહ મહારાષ્ટ્રના દેવલાલી ખાતે શહીદ થતાં તેમના પાર્થિવ દેહને વતન આંચવડ ખાતે વીરોચિત માન સન્માન સાથે અંતિમ વિદાય અપાઈ હતી.
અંતિમ દર્શન માટે જામકંડોરણા રજપૂત સમાજ ખાતે તેમના નશ્વર દેહને રાખવામાં આવ્યો હતો. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયા, રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા સહિત સ્થાનિક ધારાસભ્ય અને અધિકારીઓ તેમજ પૂર્વ સૈનિકોએ તેમને શ્રધ્ધાંજલી અર્પી હતી. અંતિમયાત્રા બાદ શાસ્ત્રોકત વિધિ અનુસાર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
Site Admin | ઓક્ટોબર 12, 2024 7:16 પી એમ(PM)
ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે ફરજ બજાવતા જામકંડોરણા તાલુકાના ગોહિલ વિશ્વરાજસિંહ મહિપતસિંહ મહારાષ્ટ્રના દેવલાલી ખાતે શહીદ થતાં તેમના પાર્થિવ દેહને અંતિમ વિદાય અપાઈ
