ગૃહ મંત્રાલય હેઠળનાં ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર-I4C એ આજે ઓનલાઇન બુકિંગ છેતરપિંડી, ખાસ કરીને ધાર્મિક યાત્રાળુઓ અને પ્રવાસીઓને નિશાન બનાવતી છેતરપિંડી સામે જાહેરચેતવણી જારી કરી છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, લોકોને કોઈપણ ચૂકવણી કરતા પહેલા અત્યંત સાવચેતી રાખવાની અને હંમેશા વેબસાઇટની અધિકૃતતાનીચકાસણી કરવાની સલાહ આપવામાં આવી છે. લોકોને ગૂગલ, ફેસબુક અથવા વોટ્સઅપ પર પ્રાયોજિત અથવાઅજ્ઞાત લિંક્સ પર ક્લિક કરતી વખતે સાવચેતી રાખવાની ચેતવણી આપવામાં આવે છે. મંત્રાલયેલોકોને માત્ર સત્તાવાર સરકારી પોર્ટલ અથવા વિશ્વસનીય ટ્રાવેલ એજન્સીઓ દ્વારા જ બુકિંગનીક્રોસ-ચેક કરવા વિનંતી કરી હતી. કોઈપણ છેતરપિંડીના કિસ્સામાં, નાગરિકોને રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ www.cybercrime.gov.in પર અથવા હેલ્પલાઈન નંબર 1930 પર ફોન કરીને તાત્કાલિકઘટનાની જાણ કરવા સલાહ આપવામાં આવી છે.
Site Admin | એપ્રિલ 19, 2025 1:22 પી એમ(PM)
ભારતીય સાયબર ક્રાઇમ કો-ઓર્ડિશનેશનસેન્ટર I4Cએ લોકોને ઓનલાઇન બુકિંગમાં છેતરપિંડીસામે ચેતવણી જારી કરી
