સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળનું ભારતીય સાંકેતિક ભાષા સંશોધન અને તાલીમ કેન્દ્ર આવતીકાલે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસની ઉજવણી માટે કાર્યક્રમનું આયોજન કરશે. આ કાર્યક્રમની અધ્યક્ષતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડો. વીરેન્દ્ર કુમાર કરશે. સાંકેતિક ભાષાઓ દ્વારા સર્જાતી એકતા અને તેને ભાષાકીય અને સાંસ્કૃતિક વૈવિધ્યનાં આવશ્યક ભાગ તરીકે જાળવી રાખવાની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રીત કરવા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ વર્ષનાં આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસની વિષય વસ્તુ છે- “સાંકેતિક ભાષાનાં અધિકારો માટે પ્રતિબધ્ધ થાવ.”
Site Admin | સપ્ટેમ્બર 22, 2024 7:38 પી એમ(PM)
ભારતીય સાંકેતિક ભાષા સંશોધન અને તાલીમ કેન્દ્ર આવતીકાલે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસની ઉજવણી માટે કાર્યક્રમનું આયોજન કરશે
