ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ INS મુંબઈ ત્રણ દિવસના પ્રવાસે કોલંબો પહોચ્યું છે. શ્રીલંકાની સેનાએ જહાજનું સ્વાગત કર્યું હતું. કોલંબો પહોંચતા કમાન અધિકારીએ પશ્ચિમ નૌસેના વિસ્તારના રિયર એડમિરલ ડબલ્યૂ ડી. સી યૂ કુમારસિંધે સાથે મુલાકાત કરી હતી.
કોલંબો પ્રવાસ દરમિયાન આ યુદ્ધ જહાજ શ્રીલંકાના વાયુદળના ડોર્નિયર સમુદ્રી સુરક્ષા વિમાનો માટે જરૂરી સમગ્રી પહોંચાડશે. આ વિમાન બે વર્ષ પૂર્વે વાયુ સેનામાં સામેલ કરાયા હતા અને દરિયાઈ સરહદોની સુરક્ષાની દેરખેખ, તપાસ તેમજ બચાવ અભિયાનમાં તેની મુખ્ય ભૂમિકા છે. ભારતીય નૌકાદળ આ વિમાનના રખરખાવ માટે તકનિકી સહકાર અને સમગ્રી ઉપલબ્ધ કરાવે છે.
આ પ્રવાસ દરમિયાન INS મુંબઈ શ્રીલંકાના નૌકાદળ સાથે સંયુક્ત અભ્યાસ પણ કરશે. યુદ્ધ જહાજ ગુરુવારે શ્રીલંકાથી સ્વદેશ પરત ફરશે.
Site Admin | ઓગસ્ટ 27, 2024 7:58 પી એમ(PM) | યુદ્ધ જહાજ
ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ INS મુંબઈ ત્રણ દિવસના પ્રવાસે કોલંબો પહોચ્યું
