ભારતીય જનતા પાર્ટી આજથી 5મે સુધી રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ચલાવશે જેથી તાજેતરમાં પસાર થયેલા વકફ (સુધારા) વિધેયકના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવી શકાય.
ભાજપના મહાસચિવ રાધા મોહન દાસ અગ્રવાલ અને લઘુમતી પાંખના પ્રમુખ જમાલ સિદ્દીકી 5મે સુધી ચાલનાર આ ઝુંબેશનું નેતૃત્વ કરશે. આ અગાઉ વક્ફ વિધેયકને લઈને દેશભરના ભાજપના પદાધિકારીઓની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના નિવાસ સ્થાને 10 એપ્રિલે બેઠક યોજાઈ હતી. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર વકફના સંચાલન અને કલ્યાણ કાર્યક્રમોમાં મુસ્લિમો અને મહિલાઓને તેની મિલકતોના પારદર્શક અને કાર્યક્ષમ સંચાલન સાથે હિસ્સેદાર બનાવવા માટે કટિબદ્ધ છે.
Site Admin | એપ્રિલ 20, 2025 9:01 એ એમ (AM)
ભારતીય જનતા પાર્ટી આજથી વકફ સુધારા વિધેયકના લાભ અંગે જાગૃતિ માટે રાષ્ટ્રવ્યાપી ઝૂંબેશ શરૂ કરશે
