ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ-કાશ્મીરના ડોડાના સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં જાહેર સભાને સંબોધી હતી. તેમણે જમ્મુ-કાશ્મીરના લોકોને વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપવા વિનંતી કરીહતી. શ્રી મોદીએ કહ્યું કે આપણે સાથે મળીને સુરક્ષિત અને સમૃદ્ધ જમ્મુ અને કાશ્મીર બનાવીશું. તેમણે કહ્યું કે આ વખતે ચૂંટણી કેન્દ્ર શાસિત પ્રદેશનું ભાવિ નક્કી કરવાજઈ રહી છે. . તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપ સરકારે યુવાનોના સારા ભવિષ્ય માટે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિવિધ શાળાઓ અને કોલેજોનું ઉદ્ઘાટન કર્યું છે.શ્રી મોદીએ મતદારોને કહ્યું કે તેઓ જે રાજકીય પક્ષો પર વિશ્વાસ કરે છે તેઓ તેમના બાળકોની અવગણના કરે છે અને માત્ર તેમના પરિવારના હિતોને અનુસરે છે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના યુવાનો આતંકવાદથી પીડિત છે અને પક્ષો લોકોને ગેરમાર્ગે દોરીને ભત્રીજાવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે.શ્રી મોદીએકહ્યું કે ડોડામાં મેડિકલ કોલેજની લાંબા સમયથી પડતર માંગણી પણ તાજેતરમાં ભાજપ સરકારે પૂરી કરી છે.
Site Admin | સપ્ટેમ્બર 14, 2024 8:02 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના ડોડામાં ચૂંટણી સભા સંબોધતા સહિયારા પ્રયાસોથી જમ્મુકાશ્મીરને સુરક્ષિત અને સમૃધ્ધ બનવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
