ભારતીય જનતા પક્ષે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસ દરમિયાન શીખ સમુદાય પર કરેલી કથિત ટિપ્પણી બાબતે તેમની ટીકા કરી છે. શ્રી ગાંધીએ કહ્યું હતું કે તેમની લડાઈ એ મુદ્દે છે કે ભારતમાં શીખ સમુદાયને પાઘડી પહેરવાની મંજૂરી આપવી જોઈએ કે નહીં.
નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કૉંગ્રેસ નેતાના નિવેદન અંગે વિરોધ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે જ્યારે કૉંગ્રેસ સત્તામાં હતી ત્યારે સમુદાય અસુરક્ષિત રહ્યો. વધુમાં શ્રી પુરીએ કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે પાછલા દસ વર્ષોમાં શીખ સમુદાયની માંગણીઓ અને મુદ્દાઓ પર વધુ ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 10, 2024 7:50 પી એમ(PM) | કૉંગ્રેસ નેતા
ભારતીય જનતા પક્ષે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસ દરમિયાન શીખ સમુદાય પર કરેલી કથિત ટિપ્પણી બાબતે તેમની ટીકા કરી
