ભારતનું કાપડ ક્ષેત્ર વર્ષ 2030 સુધીમાં અંદાજે 350 અબજ ડોલર સુધી પહોંચે તેવી સંભાવના છે. કાપડ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઓગસ્ટ 2024 માટેના દેશના વ્યાપાર ડેટા અનુસાર, આ ક્ષેત્રે તૈયાર વસ્ત્રોમાં વાર્ષિક ધોરણે 11 ટકા વૃદ્ધિ જોવા મળી છે. ભારત સરકાર ઘણી યોજનાઓ અને નીતિગત પહેલનો લાભ લઈને આ લક્ષ્ય હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આગામી ત્રણથી પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઈલ એન્ડ એપેરલ (PM MITRA) અને પાર્ક્સ એન્ડ પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (PLI) યોજનાઓ દ્વારા રૂ. 90 હજાર કરોડથી વધુનું રોકાણ આવવાની અપેક્ષા છે. મંત્રાલયે એ પણ ઉલ્લેખ કર્યો છે કે રાષ્ટ્રીય ટેકનિકલ કાપડ મિશન જેવી યોજનાઓ ભારતને ટોચના નેતૃત્વની સ્થિતિ પ્રાપ્ત કરવામાં મદદ કરશે તેવી અપેક્ષા છે.
Site Admin | ઓક્ટોબર 10, 2024 8:04 પી એમ(PM) | કાપડ ક્ષેત્ર
ભારતનું કાપડ ક્ષેત્ર વર્ષ 2030 સુધીમાં અંદાજે 350 અબજ ડોલર સુધી પહોંચે તેવી સંભાવના છે
