ભારતના આઠ વર્ષના દિવિથ રેડ્ડીએ ઈટાલીમાં અંડર-૧૯ વર્લ્ડ કેડેટ ચેસ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચદ્રક જીત્યો છે. તેલંગાણાના દિવિથે મહત્તમ 11માંથી નવ અંક મેળવ્યા છે. તેનો સ્કોર ભારતીય ખેલાડી સાત્વિક સ્વેનની બરાબર હતો, પરંતુ દિવિથે તેના બહેતર ટાઈબ્રેક સ્કોરના આધારે સુવર્ણ ચંદ્રક જીત્યો છે. સાત્વિકે રજત અને ચીનના જિમિંગ ગુઓએ કાંસ્ય ચંદ્રક જીત્યા છે. દિવિથે ચેમ્પિયનશિપમાં પ્રથમ ચાર મેચ જીતી હતી.તેણે સતત બે પરાજય બાદ શાનદાર પુનરાગમન કર્યું હતું અને છેલ્લા પાંચ રાઉન્ડ જીતીને ટાઈટલ જીત્યું છે.
Site Admin | નવેમ્બર 27, 2024 11:40 એ એમ (AM)
ભારતના આઠ વર્ષના દિવિથ રેડ્ડીએ ઈટાલીમાં અંડર-૧૯ વર્લ્ડ કેડેટ ચેસ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચદ્રક જીત્યો
