આગામી બે દિવસ બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. હવામાન વિભાગના નિયામક એ.કે.દાસના જણાવ્યા અનુસાર આ વર્ષે લા નિનો સામાન્ય રહેતા રાજ્યમાં વરસાદ પણ સામાન્ય અને સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે.આગામી 48 કલાકમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. રાજ્યમાં આવતીકાલે મહત્તમ તાપમાન 41 થી 45 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.દરમિયાન, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ 44.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કંડલા એરપોર્ટ ખાતે નોંધાયું હતું. જ્યારે સુરેન્દ્રનગર અને રાજકોટ ખાતે 43 ડીગ્રી તો અમદાવાદ અને ગાંધીનગરમાં 42 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
Site Admin | એપ્રિલ 17, 2025 9:50 એ એમ (AM)
બે દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનનો પારો ગગડવાની હવામાન વિભાગે આગાહી કરી
