ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 26, 2025 9:21 એ એમ (AM)

printer

બેઇજીંગમાં યોજાયેલી બેઠકમાં ભારત-ચીને સરહદી વિસ્તારોમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પરની પરિસ્થિતિની વ્યાપક સમીક્ષા કરી.

ભારત-ચીન સરહદ અંગે પરામર્શ અને સંકલન માટે કાર્યકારી તંત્ર WMCC ની 33મી બેઠક ગઈકાલે ચીનના બેઇજિંગમાં યોજાઈ હતી.વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, આ બેઠકમાં ભારત-ચીન સરહદી વિસ્તારોમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પરની પરિસ્થિતિની વ્યાપક સમીક્ષા કરવામાં આવી હતી.મંત્રાલયે જણાવ્યું કે, બંને પક્ષો આ માટે સંબંધિત રાજદ્વારી અને લશ્કરી તંત્રને જાળવવા અને મજબૂત કરવા પણ સંમત થયા હતા. તેમણે સરહદ પારની નદીઓ અને કૈલાશ-માનસરોવર યાત્રા સહિત સરહદ પારના સહકાર અને આદાનપ્રદાનને વહેલી તકે ફરી શરૂ કરવા પર પણ ચર્ચા કરી હતી. બંને પક્ષો આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારી વિશેષ પ્રતિનિધિઓની આગામી બેઠક માટે સહિયારા પ્રયાસો આદરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ