ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ હાલમાં બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારત પહેલી બેટિંગ કરી રહ્યું છે. ભારત 31.2 ઓવરમાં માત્ર 46 રન કરીને ઓલ આઉટ થઇ ગયું હતું. ભારત તરફથી ઑપનિંગ કરવા આવેલા યશસ્વી જયસ્વાલ માત્ર 13 અને સુકાની રોહિત શર્મા માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. જ્યારે વિરાટ કોહલી, સરફરાઝ ખાન, કે. એલ. રાહુલ, રવિન્દ્ર જાડેજા, રવિચન્દ્રન અશ્વિન એક પણ રન ન બનાવી શક્યા.
ન્યૂઝિલેન્ડ તરફથી મેટ હેનરીએ ચાર, વિલિયમ ઓરૂર્કેએ ત્રણ અને ટીમ સાઉથીએ એક વિકેટ ઝડપી હતી.
Site Admin | ઓક્ટોબર 17, 2024 2:27 પી એમ(PM) | ભારત - ન્યૂઝીલેન્ડ
બેંગ્લોરમાં ભારત – ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ રમાઇ રહી છે
