બિહાર અને ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ 70 લોકોના મોત થયા છે
બિહારમાં ભારે વરસાદ, ભારે પવન અને વીજળીના કડાકાના કારણે 58 વ્યકિતીનાં મૃત્યુ થયાં છે. મોટાભાગના મૃત્યુ નાલંદા જિલ્લામાં થયા છે, જ્યાં વૃક્ષો અને દિવાલો ધરાશાયી થવાથી 22 લોકોએ જીવ ગુમાવ્યા છે. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં રાજ્યમાં વધુ વરસાદની ચેતવણી આપી છે. આપત્તિ વ્યવસ્થાપન વિભાગે લોકોને સતર્ક રહેવા અને વરસાદ દરમિયાન બહાર ન નીકળવા જણાવ્યું છે.
મુખ્યમંત્રી નીતિશ કુમારે આ ઘટનાઓમાં લોકોના મોત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. અને મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે.
દરમિયાન ઉત્તર પ્રદેશમાં ગઈકાલે વરસાદ સંબંધિત ઘટનાઓમાં પાંચ મહિલાઓ સહિત ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે. રાહત કમિશનર કાર્યાલયના જણાવ્યા અનુસાર, ૧૩ લોકોના મોત વીજળી પડવાથી થયા હતા જ્યારે બાકીના લોકોના મોત ભારે પવનને કારણે દિવાલ કે છત ધરાશાયી થવાથી થયા હતા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. તેમણે અધિકારીઓને ખરીદ કેન્દ્રો અને મંડીઓમાં ઘઉંનો સુરક્ષિત સંગ્રહ સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ આપ્યો.
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .