ફૂટબોલમાં ભારતની રાષ્ટ્રીય ટીમ આજે સાંજે મેઘાલયના શિલોંગના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં એએફસી એશિયન કપ 2027 ક્વોલિફાયરના નિર્ણાયક ત્રીજા રાઉન્ડની મેચમાં બાંગ્લાદેશ સામે રમશે. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. બ્લુ ટાઈગર્સે ગયા બુધવારે આંતરરાષ્ટ્રીય મૈત્રીપૂર્ણ મેચમાં માલદીવ સામે
3-શૂન્યથી જીત મેળવી હતી. ભારતને હોંગકોંગ, સિંગાપોર અને બાંગ્લાદેશની સાથે એએફસી એશિયન કપ 2027 ક્વોલિફાયરના અંતિમ રાઉન્ડના ગ્રુપ સીમાં મૂકવામાં આવ્યું છે.
Site Admin | માર્ચ 25, 2025 2:23 પી એમ(PM)
ફૂટબોલમાં ભારતની રાષ્ટ્રીય ટીમ આજે સાંજે મેઘાલયના શિલોંગના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં એએફસી એશિયન કપ 2027 ક્વોલિફાયરના નિર્ણાયક ત્રીજા રાઉન્ડની મેચમાં બાંગ્લાદેશ સામે રમશે
