ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા – (FSSAI) એ તમામ રાજ્યોને તહેવારોની મોસમમાં ભેળસેળયુક્ત મીઠાઇઓનાં ઉત્પાદન અને વેચાણ પર કડક દેખરેખ રાખવા સૂચના આપી

ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા- FSSAI એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તહેવારોની મોસમમાં ભેળસેળયુક્ત મીઠાઇઓનાં ઉત્પાદન અને વેચાણ પર કડક દેખરેખ રાખવા સૂચના આપી છે.ઓથોરિટીએ ભેળસેળયુક્ત મીઠાઇઓ બનાવતી દુકાનો પર નિયંત્રણ રાખવા વારંવાર ઝૂંબેશ ચલાવવા પણ જણાવ્યું છે.એક પત્રમાં FSSAIએ જણાવ્યું છે કે, તહેવારોની મોસમમાં મીઠાઇઓ, સ્વાદિષ્ટ ચીજો, દૂધ, ઘી, માવા અને પનીર જેવી ચીજોની માંગ વધતી હોય છે, આને કારણે કેટલાંક દુકાનદારો આ ચીજોમાં
ભેળસેળ કરવા પ્રેરાય છે. આવી દુકાનો સામે પર વિશેષ દેખરેખ રાખવાથી ગેરરિતી થતી અટકશે. FSSAI એ અગ્રણી બજારોમાં ફુડ સેફ્ટી ઓન વ્હિલ્સ તૈનાત કરવાનું સૂચન કર્યું છે.ઓથોરિટીએ ઉપરોક્ત ખાદ્ય સામગ્રી સેવન માટે સલામત હોય અને ખાદ્યાન્નના માપદંડોનું પાલન થતું હોય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ