પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિંગાપોરની મુલાકાતે છે ત્યારે સિંગાપોરનાં અગ્રણી ઉદ્યોગ જૂથે ભારતમાં મોટાં રોકાણની જાહેરાત કરી છે. કંપની આગામી ચાર વર્ષમાં 90 હજાર 280 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. સોશિયલ મિડીયા પોસ્ટમાં ભારતમાં સિંગાપોરના હાઇ કમિશનર સિમોન વોંગે જણાવ્યું કે, એશિયાનાં સૌથી મોટા વૈવિધ્યીકૃત રિયલ એસ્ટેટ ગ્રૂપ કેપિટાલેન્ડે ભારતમાં તેના સંચાલન હેઠળનાં ભંડોળને બમણું કરવાની યોજના બનાવી છે.
Site Admin | સપ્ટેમ્બર 4, 2024 8:14 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિંગાપોરની મુલાકાતે છે ત્યારે સિંગાપોરનાં અગ્રણી ઉદ્યોગ જૂથે ભારતમાં મોટાં રોકાણની જાહેરાત કરી
