પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બાંદેર સેરી બેગાવનમાં બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બૉલ્કિયા સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું, બ્રુનેઈ ભારતની એક્ટ ઇસ્ટ પૉલિસી અને હિન્દ મહાસાગર લક્ષ્યમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર છે, જે બંને દેશ વચ્ચે ઉજ્જવળ ભવિષ્યની બાંહેધરી છે
ભારત-બ્રુનેઈ સંબંધ અને એક્ટ ઇસ્ટ પૉલિસીને નવી ઊર્જા આપતા બંને પક્ષ વચ્ચે વ્યાપક ચર્ચા થઈ. બંને દેશના નેતાએ સંરક્ષણ, વેપાર અને રોકાણ, ઊર્જા, અંતરિક્ષ તકનીકી, આરોગ્ય અને ફાર્માસ્યૂટિકલ્સ, ક્ષમતા નિર્માણ, સંસ્કૃતિ અને લોકો વચ્ચે પરસ્પર સંપર્ક સહિત દ્વિપક્ષીય સંબંધોની પણ સમીક્ષા કરી હતી.
શ્રી મોદીએ ગઈકાલે બાંદેર સેરી બેગાવનમાં ભારતીય હાઈ-કમિશનના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ તેમણે બ્રુનેઈમાં ઉમર અલી સૈફુદ્દીન મસ્જિદની મુલાકાત લીધી હતી.
Site Admin | સપ્ટેમ્બર 4, 2024 2:15 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, બ્રુનેઈ ભારતની એક્ટ ઇસ્ટ પૉલિસી અને ભારત પ્રશાંત ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર છે
